વાપીના નેશનલ હાઇવે પર કન્ટેનરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો, ટક્કર લાગતા કાર ઓવરબ્રિજના ડિવાઈડર પર લટકી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એકવાર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાપીના બલિઠા નેશનલ હાઈવે નંબર 48 પર એક પુરપાટ ઝડપે આવી રહેલા કન્ટેનરે કારને જોરદાર ટક્કર મારી હતી.. અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.. આ અકસ્માતના દ્રશ્યો એટલા ભયાનક હતા કે જોનારા લોકોના રુવાડા ઊભા થઈ ગયા હતા..મળતી માહિતી મુજબ અકસ્માત તે સમયે સર્જાયો જ્યારે એક કાર સર્વિસ રોડ પરથી નેશનલ હાઈવે પર ચઢી રહી હતી. આ દરમિયાન હાઈવે પર ફૂલ સ્પીડમાં આવી રહેલા એક કન્ટેનરના ચાલકે કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડ પર થોડે દૂર સુધી ઘસડાઈ ગઈ હતી અને અંતે ઓવરબ્રિજના ડિવાઈડર પર જઈને લટકી ગઈ હતી...અકસ્માતના દ્રશ્યો જોતા ઘટના ખૂબ જ ગંભીર જણાતી હતી, પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી
Valsad, Valsad | Jun 22, 2026