સુરતના તેરેનામ ચોકડી નજીક આવેલી સ્વસ્તિક હોસ્પિટલમાં ડેંગ્યુની સારવાર દરમિયાન 14 વર્ષીય અભિષેક સિંહનું મોત થતાં તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો થયા છે. પરિવારનો આક્ષેપ છે કે ઇન્જેક્શન આપ્યાના થોડા જ સમયમાં બાળક બેભાન થઈ ગયું હતું અને ત્યારબાદ તેનું મોત થયું. પરિવારે ખોટી, એક્સપાયરી અથવા હેવી ડોઝની દવા આપવામાં આવી હોવાનો આક્ષેપ કરી જવાબદાર તબીબ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.
Udhna, Surat | Aug 13, 2026