વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૧.૨ ઇંચ વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા,પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી
વલસાડ શહેરમાં આજે વહેલી સવારથી જ ચોમાસાનો માહોલ જામ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે માત્ર બે જ કલાકમાં ૧.૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો.. વરસાદના કારણે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય અંડરપાસોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે..માત્ર સવા ઇંચ જેટલા વરસાદમાં વલસાડના જાણીતા મોગરાવાડી અંડરપાસ અને છીપવાડ અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. સવારના સમયે નોકરી-ધંધે અને શાળાએ જવા નીકળેલા વાહન ચાલકો આ પાણી ભરાવાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીનું સ્તર વધી જતાં કેટલાક વાહનચાલકોના વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા હતા, જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ અંડરપાસો બંધ થઈ જાય છે. પાલિકા માત્ર કાગળ પર જ કામ કરે છે, જેનો ભોગ જન�
Valsad, Valsad | Jun 22, 2026