મધ્યપ્રદેશથી માતા આશાપુરાના દર્શન માટે નીકળેલો 27 પદયાત્રીઓનો સંઘ ભુજ પહોંચ્યો છે. 20 સપ્ટેમ્બરે શરૂ થયેલી પદયાત્રામાં સંઘે 850 કિમીનું અંતર પગપાળા કાપ્યું છે. માતાના મઢ પહોંચવા માટે હવે આશરે 120 કિમીની યાત્રા બાકી છે. પદયાત્રી છોટુ ડામોરના જણાવ્યા મુજબ, હળવદથી સેવા કેમ્પોની સુવિધા મળતાં રાહત મળી છે. કેમ્પોમાં ભોજન, રહેવા, સ્નાન અને કપડાં ધોવાની સુવિધાઓ મળી રહી છે. કચ્છમાં મળેલા આવકારથી ભાવવિભોર પદયાત્રીઓએ આગામી વર્ષે પણ પગપાળા આવવાનો સંકલ્પ કર્યો છે.
#MataAshapura #MataNoMadh #Bhuj #PadYatra #Kutch #HumDekhengeNews