વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલો રૂપિયા 7.26 કરોડથી વધુની કિંમતનો દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરાયો
તારીખ 19 જૂન 2026 ના રોજ ભીલાડ આરટીઓ ચેક પોસ્ટ ખાતે વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ, વિભાગીય પોલીસ અધિકારીઓ (DYSP), નશાબંધી અને આબકારી વિભાગના ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લાના તમામ થાણા અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ ગેરકાયદેસર મુદ્દામાલ પર રોડ રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2026 દરમિયાન જિલ્લાના અલગ-અલગ 15 પોલીસ સ્ટેશનોમાં પકડેલી કુલ 2,96,048 બોટલો જેની અંદાજિત કિંમત રૂપિયા 7,26,99,366/- (સાત કરોડ છવ્વીસ લાખ નવ્વાણું હજાર ત્રણસો છાસઠ) થાય છે, તેને નામદાર કોર્ટ અને ગૃહ વિભાગના ઠરાવ મુજબ મંજૂરી મેળવીને નષ્ટ કરવામાં આવી છે.પોલીસ સ્ટેશન વાઇઝ નાશ કરાયેલ મુદ્દામાલની વિગત
નીચે આપેલા કોષ્ટક મુજબ જિલ્લાના વિવિધ સબ ડીવીઝન હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલ જથ્થો નાશ કરાયો છે:
| અ.નં. | સબ ડ
Valsad, Valsad | Jun 19, 2026