માંડવી: માંડવીમાં મહિલા જાહેર શૌચાલયની દયનીય હાલત લોક ફરિયાદ ઉઠી
Mandvi, Kutch | Jul 17, 2026 માંડવીના આઝાદ ચોક નજીક આવેલા મહિલા જાહેર શૌચાલયમાં ગંદકી અને દુર્ગંધથી મહિલાઓ પરેશાન છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ શૌચાલયમાં વાંધાજનક સામગ્રી પણ જોવા મળી રહી છે. મહિલાઓએ નગરપાલિકાને તાત્કાલિક સફાઈ, જાળવણી અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.