ચોટીલા: સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા યોજાશે વિધાનસભા સ્તરે યુનિટી માર્ચ આયોજન અંગે બેઠક યોજાઈ
ચોટીલા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત 'યુનિટી માર્ચ' રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન અંતર્ગત વિધાનસભા સ્તરે પદયાત્રાના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. ચોટીલાના નાયબ કલેક્ટર અને પદયાત્રા સમિતિના અધ્યક્ષ એચ.ટી. મકવાણાએ આ બેઠક બોલાવી હતી.