મેંદરડા: મેંદરડા ખાતે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અંતર્ગત તાલુકા કક્ષાની યોગ શિબિર યોજાઈ
મેંદરડામાં પુષ્ટિમાર્ગીય હવેલી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શીશપાલજીની પ્રેરણાથી યોજાયેલી આ શિબિરમાં સ્ટેટ કો- ઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મેંદરડા તાલુકાના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને મેદસ્વિતા મુક્ત જીવનશૈલી કેળવાય તેવા તે માટે યોગ સાધકોનું માર્ગદર્શન પણ કરવામાં આવ્યું હતું.