હાલોલ: ચૈતર વસાવાના સમર્થનમાં હાલોલ આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા રેલી યોજાઈ
તાજેતરમાં જ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં હાલોલ આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા આજે રવિવારના રોજ એક વિશાળ પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી હાલોલ પાવાગઢ રોડ પર આવેલ મહારાણા પ્રતાપ ચોક ખાતેથી નીકળી હતી અને હાલોલના મુખ્ય ગાર્ડન ખાતે સમાપ્ત થઈ હતી