કાલોલ: કાલોલના કાલંત્રા ગામે દીપડાનો આતંક: વાછરડા પર તરાપ મારતો દીપડો CCTVમાં કેદ, વીડિયો વાયરલ થતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ
કાલોલ તાલુકાના કાલંત્રા ગામે દીપડાની ખુલ્લેઆમ અવરજવર અને પશુ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે. રાત્રિના સુમારે ગામના રહેણાંક વિસ્તાર નજીક ઘૂસી આવેલા દીપડાએ વાડામાં બાંધેલા એક વાછરડા પર અચાનક તરાપ મારી ગળું દબોચવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે.