શહેરા: બાહી ગામે એકજ રાતમાં અનેક મકાનોના તાળા તૂટ્યા,સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત ₹૫.૬૩ લાખથી વધુની ચોરી કરી તસ્કરો પલાયન
શહેરા તાલુકાના બાહી ગામે તસ્કરોએ રાત્રિના સમયે મીઠી નિંદ્રા માણી રહેલા ગ્રામજનોના મકાનોને નિશાન બનાવી મોટી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ માત્ર એક ઘર નહીં, પરંતુ ગામના અનેક મકાનોના તાળા તોડી ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ રાત્રિના સમયે બાહી ગામના અનેક મકાનોને નિશાન બનાવી રૂપિયા ૫ લાખ ૬૩ હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.