વડાપ્રધાન મોદીએ ગઈકાલે (05 જૂન 2026)ના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા સુરતવાસીઓ આભાર વ્યક્ત કર્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે, 'અણમોલ ભેટ સુરતે મને આપી, સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1 લાખ લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું, મારા માટે આ મોટામાં મોટી સોગાત છે અને આ એક લાખ લોકોનો અને આખાય સુરતનો હૃદયથી આભાર માનું છું. આ માત્ર સ્વચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે
#NarendraModi #Surat #SwachhBharat #CleanlinessDrive #GujaratNews #PMModi #HumDekhengeNews