હાલોલ: ટીકીટાર ઇન્ડસ્ટ્રીઝના કંપનીના સ્વર્ગસ્થિ ડિરેક્ટરની 9 મી પુણ્યતિથિએ રક્તદાન શિબિર યોજાઈ,100 ઉપરાંત રક્તબોટલ એકત્ર કરાઈ
હાલોલના ટીકીટાર ઇન્ડસ્ટ્રીઝ ના કંપનીના ડિરેક્ટરની આજે નવમી પુણ્યતિથિએ હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં સવારે 10 કલાકે દીપ પ્રાગટ્ય કરી કંપની કર્મચારીઓ દ્વારા રક્તદાન નો આરંભ કર્યો હતો.જે રક્તદાન સાંજે 5 કલાક સુધી માં 100 ઉપરાંત રક્તદાતાઓ એ રક્ત દાન કર્યું હતું.