વેજલપુર: જીમખાના જુગારનો અડ્ડો ઝડપાવાનો મામલો, પોલીસ કમિશનરનું નિવેદન
આજે બુધવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ જીમખાના જુગાર અડ્ડો ઝડપાવા મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપતા જણાવ્યું હતુ કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.કોઈ પણ આ પ્રકારના કૃત્યો સાંખી લેવામાં નહી આવે અને આવા ગુનોગારો સામે આગળ પણ કાર્યવાહી કરાશે.