અબડાસા: કચ્છમાં કમોસમી વરસાદનો કહેર: અબડાસામાં પાકને ભારે નુકસાનની ભીતિ
Abdasa, Kutch | Apr 3, 2026 કચ્છમાં કમોસમી વરસાદનો કહેર: અબડાસામાં પાકને ભારે નુકસાનની ભીતિ કચ્છમાં માવઠું પીછો નથી છોડી રહ્યું. અબડાસા પંથકમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જીરું, ઈસબગુલ અને રાયડા જેવા રવિ પાકોને વ્યાપક નુકસાનની આશંકા છે. પશ્ચિમ બાદ હવે પૂર્વ કચ્છના ગાંધીધામ-અંજારમાં પણ વરસાદી માહોલથી જગતનો તાત પાયમાલ થવાની ભીતિ સેવાઈ રહી છે.