હાલોલ: હાલોલ ભાજપા માંથી સસ્પેન્ડ કરાયેલ રામચંદ્ર બારિયાએ સ્થાનિક રાજકીય આગેવાનો સામે બળાપો ઠાલવી પોતાની પ્રતિક્રિયા આપી
હાલોલ તાલુકામાં ગોપીપુરા ગામના આગેવાન રામચંદ્ર રમણલાલ બારીયા અને તેમના ભાઈ રતિલાલ રમણભાઈ બારીયાને ભાજપમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની બાસ્કા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના લઘુમતી મહિલા ઉમેદવારનો વિજય નોંધાયો છે.જ્યારે આ બાબતે રામચંદ્ર બારિયાએ સ્થાનિક રાજકીય આગેવાનો સામે બળાપો ઠાલવી તા.28 એપ્રિલ મંગળવારના રોજ પોતાની પ્રતિક્રિયા આપી હતી