લખનઉના અલીગંજ વિસ્તારમાં થયેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.....
આ દુર્ઘટનામાં 65 વર્ષીય વૃદ્ધ માતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. વર્ષો સુધી જે દીકરાના સહારે જીવનના સંઘર્ષો પાર કર્યા, એ જ દીકરો આજે આગની જ્વાળાઓમાં સદાકાળ માટે વિખૂટો પડી ગયો.....
આ દુઃખદ ઘટનાથી માતા પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને લોકો પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.....
આ ઘટના માત્ર એક પરિવારની જ નહીં, પરંતુ સમાજ માટે પણ એક ગંભીર ચેતવણી સમાન છે કે સુરક્ષા વ્યવસ્થામાં થતી નાની બેદરકારી પણ કેટલો મોટો જીવલેણ અકસ્માત સર્જી શકે છે.....
Udhna, Surat | Jun 23, 2026