સુરત પોલીસ દ્વારા તાપી રિવરફ્રન્ટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. સવારે 6:30 વાગ્યાથી નાવડી ઓવારાથી અંબિકા નિકેતન સુધી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. સુરત પોલીસના તમામ ઝોન ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, SOG, ટ્રાફિક, સાયબર ક્રાઈમ, સ્પેશ્યલ બ્રાન્ચ અને હેડક્વાર્ટરના કર્મચારીઓ પણ અભિયાનમાં જોડાયા હતા. સુરત મહાનગરપાલિકા અને NGOના સહયોગથી યોજાયેલા આ સફાઈ અભિયાનમાં અંદાજે 1,200 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. વોક-વે પર ઉગી નીકળેલા ઝાડ-ઝાંખરા અને ઘાસની પણ સફાઈ કરવામાં આવી હતી. વોકિંગ માટે આવતા લોકોને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુસર ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી.
सूरत पुलिस द्वारा तापी रिवरफ्रंट पर सफाई अभियान चलाया गया। सुबह 6:30 बजे से नावड़ी ओवारा से अंबिका निकेतन तक सफाई अभियान चलाया गया। सूरत पुलिस के सभी जोन के साथ क्राइम ब्रांच, SOG, ट्रैफिक, साइबर क्राइम, स्पेशल ब्रांच और हेडक्वार्टर के कर्मचारी भ
Udhna, Surat | Sep 21, 2026