ભચાઉ: યશોદાધામમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એકની પોલીસે કરી ધરપકડ
Bhachau, Kutch | Jun 18, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પરમારને માદક પદાર્થ ગાંજાની બાતમી મળી હતી. જે બાદ ભચાઉ પોલીસની ટીમે ભચાઉ તાલુકાના યશોદા ધામમાં આવેલ રાધે નગરમાં એક મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. રેડ દરમિયાન આરોપી ધરણીધરણ દુર્ગાચરણ રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. માદક પદાર્થ ગાંજો 10.6 કિલો અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.