હાલોલ: પાવાગઢના જંગલમાં પ્રેમ સબંધમાં નાસીપાસ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો,112 પોલીસની સતર્કતાથી યુવકનો જીવ બચાવાયો
હાલોલ તાલુકામાં આજે સોમવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.પ્રેમ સંબંધમાં નિષ્ફળ ગયેલા એક યુવકે પાવાગઢ નજીકના જંગલ વિસ્તારમાં જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે યુવકે અંતિમ પગલું ભરતા પહેલા 112 જનરક્ષક સેવામાં ફોન કરતા પોલીસની સતર્કતા અને સમયસરની કામગીરીથી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો