હાલોલ: પાવાગઢમાં પોલીસે શોભાવી માનવતા,ASI સુનિલ શર્માએ દિવ્યાંગને બસ સ્ટોપ સુધી ઉચકીને બસમાં બેસાડ્યો
પાવાગઢ ખાતે પોલીસની માનવતાભરી કામગીરીનુ ઉદાહરણ સામે આવ્યુ છે.પાવાગઢ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા સુનિલભાઈ શર્માએ તા.14 જૂન રવિવારના રોજ મહારાષ્ટ્રથી દર્શનાર્થે આવેલા એક દિવ્યાંગ યાત્રાળુની નિઃસ્વાર્થ મદદ કરીને સૌનુ દિલ જીતી લીધુ છે દિવ્યાંગ યાત્રાળુ દર્શન પૂર્ણ કર્યા બાદ બસમા બેસવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.પરંતુ શારીરિક અસમર્થતાને કારણે તેમને બસમા ચડવામા ભારે મુશ્કેલી પડી રહી હતી.દરમિયાન સુનિલભાઈ શર્માએ દિવ્યાંગ યાત્રાળુને ઉચકીને બસમા બેસાડ્યો હતો