હાલોલ: હાલોલ ખાતે પ્રભારી મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં જીલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ યોજાઈ
હાલોલ સ્થિત પોલીકેબ કંપની ખાતે આજે ગુરુવારના રોજ પ્રભારી મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ હતી જેમાં પ્રભારી મંત્રી રમેશ કટારાએ જણાવ્યું કે, વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ પહેલથી આજે પંચમહાલ સહિત સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગોનો વ્યાપ નાના ગામડાઓ સુધી પહોંચ્યો છે, જેનાથી સ્થાનિક યુવાનોને રોજગારીની મોટી તકો મળી છે.