🚨 BREAKING | દિલધડક દરિયાઈ રેસ્ક્યુ 🚨
🚁 દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા મધદરિયે ફસાયેલા 9 માછીમારોનું રેસ્ક્યુ
🌊 નવસારીની ‘જય માલા’ નામની બોટ ક્રિષ્નાપુરથી ઓખા બંદર તરફ જઈ રહી હતી. ધોલાઈ બંદરથી આશરે 2 નોટિકલ માઈલ મધદરિયે બોટમાં ખામી સર્જાતા પાણી ભરાવાની શરૂઆત થઈ હતી.
⚠️ બોટમાં સવાર 9 માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા.
🚨 જાણ થતા દમણ કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું.
✅ 6 માછીમારોને બચાવી વલસાડના દાંતી ખાતે ઉતારવામાં આવ્યા
🚁 જ્યારે 3 માછીમારોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી દમણ લાવવામાં આવ્યા.
🙏 સમયસર થયેલા રેસ્ક્યુ ઓપરેશનથી 9 માછીમારોનો જીવ બચ્યો.
#Daman #CoastGuard #RescueOperation #FishermenRescue #Valsad Navsari Dholai BreakingNews GujaratNews VapiUpdate
Vapi, Valsad | Aug 18, 2026