વેજલપુર: અમદાવાદમાં પોર્ટર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ
અમદાવાદમાં પોર્ટર ડિલિવરી સર્વિસ મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ...ગોતા પહોંચાડવાના પાર્સલમાં ડ્રગ્સ હોવાની શંકા જતાં ડિલિવરી કર્મચારી વસંત સોલંકીએ સતર્કતા દાખવી હતી. નાના ચિલોડા ખાતે પાર્સલની તપાસ કરતાં પડીકીમાંથી MD ડ્રગ્સ મળી આવ્યું હતું. કર્મચારીએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં નરોડા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી..