સુરત | ઉધનામાં રિક્ષામાં બેસાડી સોનાની ચેઇન ચોરી કરનાર બે આરોપી ઝડપાયા
ફરિયાદીને આગળ-પાછળ કરી નજર ચૂકવી ₹1.10 લાખની ચેઇન ચોરી કરી હતી
ઉધના સર્વેલન્સ ટીમે CCTV અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા
ચોરી કરેલી સોનાની ચેઇન ઓગાળી બનાવેલી 30 ગ્રામની લગડી મળી આવી
ચેઇન ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા પણ પોલીસે કબજે કરી
રિક્ષા ચાલક સહિત બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી
સાગર ઉર્ફે નરેશ બાગલુ અને અશરફ ઉર્ફે ટમ શેખ ઝડપાયા
10 સપ્ટેમ્બરે ઉધના રોડ પર જૈન દેરાસર પાસે ચેઇન ચોરીની ઘટના બની હતી
ફરિયાદીને રિક્ષામાં બેસાડી આરોપીઓએ એકબીજાની મદદથી ચેઇન ચોરી કરી હતી
પોલીસે ₹1.10 લાખની સોનાની લગડી અને ₹30 હજારની રિક્ષા સહિત મુદ્દામાલ કબજે કર્યો
#krantisamay #krantisamaynews #surat #udhna
Udhna, Surat | Sep 20, 2026