મણિનગર: વસ્ત્રાલમાં મહિલા પર ડોગ હુમલો ,તંત્ર દ્વારા કરાઇ કાર્યવાહી
વસ્ત્રાલમાં મહિલા પર ડોગ હુમલો ,તંત્ર દ્વારા કરાઇ કાર્યવાહી.વસ્ત્રાલમાં જર્મન શેફર્ડ કૂતરાએ પાડોશી મહિલા સહિત અનેક લોકોને બચકાં ભર્યાની ઘટના સામે આવી છે. અગાઉ પણ હુમલો કરનાર આ કૂતરાને સીએનસીડી વિભાગે પકડી માલિકને નોટિસ આપી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. વેટરનરી ડોક્ટર કૂતરાની તપાસ કરશે, જ્યારે રામોલ પોલીસ સ્ટેશનમાં માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.