લખપત: ખડક ગામની નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Lakhpat, Kutch | Apr 2, 2026 ખડક ગામની નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત લખપત તાલુકાના ખડક ગામે ૨૨ વર્ષીય યુવાન હાજીડા રહીમ જતનું નદીમાં પડી જવાથી મોત થયું છે. મૃતક યુવાન માનસિક રીતે અસ્વસ્થ હતો અને નદીના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. નારાયણ સરોવર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.