હાલોલ: હાલોલ-સાવલી રોડ પર આવેલ વાડિયા ગા.મ પાસે ઉભેલા ટ્રેક્ટરમાં બાઈક ભટકાતા સર્જાયો અક્સ્માત,બે લોકો થયા ઇજાગ્રસ્ત
હાલોલ-સાવલી રોડ પર આવેલ વાડિયા ગામ નજીક તા.5 એપ્રિલ રવિવારના રોજ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલીમા બાઈક અથડાતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.કલસર ગામના રહેવાસી અરબાઝભાઈ પોતાની માતા ફેમિદાબેન સાથે બાઇક લઈ હાલોલ ખાતે મરણ પ્રસંગે આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ કરી તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે વાડિયા ગામ નજીક તેમની બાઈક ઊભેલા ટ્રેક્ટર ની ટ્રોલી સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.