સ્ટેડિયમ રોડ પર 150થી વધુ પાથરણાં સંચાલકોએ વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ લગાવ્યા; ઘર સજાવટની વસ્તુઓ અને કપડાંની ખરીદીમાં તેજીથી વેપારીઓને સારા ધંધાની આશા
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વલસાડ શહેરમાં તહેવારની ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. દિવાળી પૂર્વે રવિવારે શહેરના સ્ટેડિયમ રોડ પર ભરાતા રવિવારી બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. સવારથી જ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડતાં બજારમાં ચહલપહલ જોવા મળી હતી.
Vapi, Valsad | Nov 1, 2026