🚨 BREAKING NEWS | સુરેન્દ્રનગર 🚨
ચોટીલા તાલુકાના નાની મોલડી ગામ નજીક આવેલી પવનપુત્ર હોટલ સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર બાંધકામ તોડી પાડીને આશરે 8,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. હોટલમાં ડીઝલ ચોરી સહિતની ગેરપ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદોના આધારે પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા. દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણ પણ ઝડપાયું છે. હોટલ માલિક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેને ઝડપી પાડવા પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી છે. હાઈવે પર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ હવે કડક વલણ અપનાવી રહી છે.
#Surendranagar #Chotila #NaniMoldi #PavanputraHotel #pgvcl