હાલોલ: હાલોલના ટાઢોડિયા ગામે આગની ભયાનક ઘટનાને પગલે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી
હાલોલના ટાઢોડિયા ગામે એક આકસ્મિક આગની ઘટના સામે આવી હતી આ દુર્ઘટનાની જાણ થતાં જ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી અને વહીવટી તંત્ર તરફથી તમામ શક્ય મદદ પહોંચાડવાની ખાતરી આપી હતી.