હાલોલ: હાલોલ મોગલ માતાના મંદિર પાછળના તળાવના કાદવ અને વેલાઓમાં ગળાડૂબ ફસાયેલી ગાયનું રેસ્ક્યુ કરાયું હતું
હાલોલના પનોરમા ચોકડી નજીક આવેલા મોગલ માતાના મંદિર પાછળના તળાવમાં તાં.4 એપ્રિલ શનિવારના રોજ સાજના સુમારે એક ગાય બેથી ત્રણ કલાક સુધી ફસાઈ ગઈ હતી જેથી હાલોલ ફાયર બ્રિગેડ ને જાણ કરતા યોગ્ય સાધનોની મદદથી તળાવમાં ઉતરી ગાયને ભારે જેહમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢી તે ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું