દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરપંચ ના પતિએ 20 લાખની માંગણી કરી પાંચ લાખ સ્વીકારતા A.C.B. ના હાથે પકડાઈ ગયા...
હરીપર ગામ ખાતે આવેલ કાળા પથ્થર કાઢવાની ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્ય દ્વારા ખોટી હેરાનગતી નહી કરવાના અવેજ પેટે હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને અન્ય એક સભ્ય દ્વારા પહેલા રૂ 30 લાખ અને બાદમાં 20 લાખમાં નક્કી કરવામાં આવ્યું હતું.
કેસમાં ફરિયાદી ને લાંચ રૂશ્વત કચેરી એ ફરિયાદ કરી હતી જેમાં ફરીયાદી ના મીત્રની ઓફીસ, દ્વારકાધીશ કોમ્પ્લેક્સ, કલ્યાણપુર મામલતદાર કચેરી સામે, કલ્યાણપુર, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના બન્ને આક્ષેપીતોએ ફરીયાદીશ્રી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૫,૦૦,૦૦૦/- ફરીયાદીશ્રી પાસે માંગી, સ્વીકારી બન્ને આરોપીઓ ઝડપાઇ ગયા હતા...
આપના મૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848.
દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજને ફોલો કરતા રહો...
Okhamandal, Devbhoomi Dwarka | Jun 8, 2026