શહેરા: શહેરામાં MGVCLની ૨૦ ટીમો દ્વારા ૩૮થી વધુ ગામોમાં વિજ ચેકિંગ હાથ ધરાયું, ૬૮ વિજ કનેક્શનમાં ₹૧૪.૦૯ લાખની વિજચોરી ઝડપાઈ
શહેરા-૧ અને શહેરા-૨ સબ ડિવિઝન હેઠળ આવતા ૩૮થી વધુ ગામોમાં પોલીસ અને આર્મીને સાથે રાખી ૨૦ ટીમોએ વિજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી વિજ ચોરો સામે સપાટો બોલાવ્યો હતો. આ ડ્રાઇવ બામરોલી, નાથુજીના મુવાડા, ખાંડીયા, ખટકપુર, ખોજલવાસા અને પાનમ-૨ એમ કુલ ૬ ફીડરમાં સમાવિષ્ટ ગામોમાં કરવામાં આવી હતી,જેમાં દુકાનો અને મકાનોના કુલ ૬૨૮ જેટલા વિજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, MGVCLની ટીમોની તપાસ દરમિયાન ૬૨૮ પૈકી ૬૮ જેટલા વિજ કનેક્શનમાં વિજ ચોરી જેવી ગંભીર ગેરરીતિઓ સામે આવતા