બુટલેગરો અને વહીવટદારોની સાંઠગાંઠ: ‘સત્ય ડે’ના અહેવાલ બાદ ખળભળાટ, હવે આ 6 ચર્ચાતા નામો પર મંડરાતું જોખમ!
ગાંધીનગર/વલસાડ:
‘સત્ય ડે’ દ્વારા દમણથી ગુજરાતમાં ઠલવાતા ગેરકાયદેસર દારૂના નેટવર્ક અને મુખ્ય બુટલેગરોના નામોનો પર્દાફાશ કરાતા જ સમગ્ર પંથકમાં અને સરહદી વિસ્તારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અહેવાલની એવી વ્યાપક અસર જોવા મળી છે કે, રોજની અંદાજે ૧૦૦ જેટલી વહન થતી ગાડીઓનો કાફલો ઘટીને માત્ર ૧૮ થી ૨૦ ગાડીઓ સુધી સીમિત થઈ ગયો હોવાની ચર્ચા છે. જોકે, આ નેટવર્ક હજુ પણ સંપૂર્ણ બંધ થયું નથી, જેને પગલે જવાબદાર તંત્રની નીતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
કથિત વહીવટદારો આ મામલો શાંત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે આ સમગ્ર કાળા કારોબારમાં પડદા પાછળ રહીને કથિત રીતે દોરી સંચાર કરતા હોવાના આક્ષેપો સાથે કેટલાક ચોંકાવનારા નામો સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયામાં જોરશોરથી ચર્ચાવા લાગ્યા છે.
સ્થાનિક સૂત્રો અને ચર્ચાઓ મુજબ આ સિન્ડિક�
Valsad, Valsad | Jun 22, 2026