શહેરા: શહેરા વનવિભાગે રેણાચોકડી પાસેથી પાસ પરમીટ વગર ગેરકાયદે લાકડા ભરેલુ ટ્રેક્ટર ઝડપી પાડી રૂ.૩.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
શહેરા વનવિભાગનો સ્ટાફ રેણા ચોકડી પાસે નાકાબંધીમાં હતો,તે દરમિયાન ત્યાંથી લાકડાં ભરીને પસાર થતું ટ્રેક્ટર શંકાસ્પદ જણાતા તેને રોકી ટ્રેક્ટરમાં ભરેલ પંચરાઉ લાકડા અંગે ચાલક પાસે જરૂરી પાસ-પરમિટ માંગતા ચાલકે કોઈપણ પ્રકારની પાસ પરમીટ રજૂ કરી ન હતી,જેથી ટ્રેકટરમાં ભરેલ લાકડાં ગેરકાયદે વહન કરાતા હોવાનું સામે આવતા વનવિભાગે લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું.