કાલોલ: કાલોલની ધી એમ.જી.એસ. હાઇસ્કૂલમાં નવરાત્રી ગરબા મહોત્સવની ધામધૂમથી ઉજવણી. વિધાર્થીઓ શિક્ષકો સાથે ગરબા રમ્યા
કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ.જી.એસ. હાઇસ્કૂલ ખાતે શનિવારના રોજ નવરાત્રી મહોત્સવ નિમિત્તે એક દિવસીય ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે આપણાં ભારતીય તહેવારો, પરંપરાઓ અને સંસ્કૃતિથી માહિતગાર થાય તેવા શુભ હેતુથી શાળા પરિવાર દ્વારા આ સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગરબા મહોત્સવની શરૂઆત મા અંબાની પવિત્ર આરતી ઉતારીને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. શાળા મંડળ દ્વારા આ પ્રસંગે ભવ્ય મંડપ અને ડી.જે