આણંદ: અજરપુરા શિવનગર રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત
Anand, Anand | Apr 7, 2026 સોમવાર રાત્રિના સમયે આણંદ તાલુકાના અજરપુરા શિવનગર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે આણંદ રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.