વલસાડ: કુંડી ફાટક પાસે એસિડ ભરેલા ટેન્કરમાં લીકેજ સર્જાતા મચી અફરાતફરી; ચાલકની સૂઝબૂઝથી મોટી હોનારત ટળી
દહેજથી એસિડ ભરીને વલસાડના અબ્રામા ખાતે આવેલી નાઈટ્રેક્સ કંપની તરફ જઈ રહેલા ટેન્કરમાં કુંડી ફાટક પાસે અચાનક એસિડ લીકેજ થવાની ઘટના સામે આવી છે. ટેન્કરમાંથી પીળા રંગના ધુમાડા નીકળવા લાગતા અને એસિડ લીક થતું હોવાનું ધ્યાને આવતા જ ટ્રક ચાલકે ભારે સમયસૂચકતા વાપરી હતી.