ગોધરા: ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારની મદીના સોસાયટીમાંથી ₹૧૪ લાખની ક્રેટા કારની ચોરી, શહેર બી ડિવિઝન પોલીસમથકે ગુનો નોંધાયો
ગોધરાના ગોન્દ્રા વિસ્તારની મદીના સોસાયટીમાં ૧૧ ઓગસ્ટની રાત્રિથી ૧૨ ઓગસ્ટની સવાર દરમિયાન કાર ચોરીનો બનાવ બન્યો છે. વેપારી ઉવેશ હારૂન રેન્જરના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી તેમની હ્યુન્ડાઇ ક્રેટા કાર જેની અંદાજિત કિંમત ₹૧૪ લાખ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા.આ મામલે ગાડીના માલિક ઉવેશ રેન્જરે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.