ગોધરા: ગોધરામાં 60 કિલો રંગોથી સાકાર થયું હનુમાનજીનું ભવ્ય સ્વરૂપ: 6 કલાકારોએ દોઢ દિવસની મહેનતથી 20×12 ફૂટની વિશાળ રંગોળી તૈયાર
ગોધરામાં 60 કિલો રંગોથી સાકાર થયું હનુમાનજીનું ભવ્ય સ્વરૂપ: 6 કલાકારોએ દોઢ દિવસની મહેનતથી 20×12 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બેસતા વર્ષ નિમિત્તે કલા અને સર્જનાત્મકતાનો અનોખો નજારો જોવા મળ્યો હતો. ગોધરાના ચંદનબાગ પાર્ટી પ્લોટ ખાતે છ કલાકારોની ટીમ દ્વારા ભગવાન હનુમાનજીનું ભવ્ય સ્વરૂપ રંગોળી મારફતે સાકાર કરવામાં આવ્યું છે. 20 ફૂટ લાંબી અને 12 ફૂટ પહોળી આ વિશાળ રંગોળી તૈયાર કરવા માટે કલાકારોએ દોઢ દિવસ સુધી સતત મહેનત