હાલોલ: હાલોલના ભીડભંજન હનુમાન મંદિર સામે ગટરનું દૂષિત પાણી ઉભરાયું, ભક્તોમાં પાલિકા સામે રોષ
હાલોલ કણજરી રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાન મંદિર સામે ભૂગર્ભ ગટરની ચેમ્બર માંથી અત્યંત દુર્ગંધ મારતું દૂષિત પાણી ઉભરાઈ રોડ ઉપર પ્રસરી જતા દર્શનાર્થી ભક્તોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે, જેના કારણે પાલિકાના વહીવટ સામે ભારે રોષ ફેલાયો છે.