હાલોલ: હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર હીરો કંપની ની બાઈકો ભરેલું કન્ટેનર પલટી ખાતા સર્જાયો અક્સ્માત
હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર આજે શનિવારે વહેલી સવારે મોટું કન્ટેનર પલટી ખાઈ જતા અક્સ્માત સર્જાયો હતો હતો.મધવાસ જીઆઈડીસીમાં આવેલી હીરો કંપનીની અંદાજે 50 જેટલી બાઈકો ભરેલું કન્ટેનર ઓડિશા રાજ્યના રાયગડા તરફ જઈ રહ્યું હતું. ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર અચાનક પલટી ખાઈ ગયું હતું.અકસ્માતના કારણે કન્ટેનરમાં રહેલી બાઈકોને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.