હાલોલ: જિલ્લા LCB પોલીસે GIDC વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક ઇસમ સામે નોંધ્યો ગુનો
જિલ્લા LCB પોલીસની ટીમ તા.7 એપ્રિલ મંગળવારના રોજ હાલોલ ટાઉન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે GIDC માં રહેતો હસમુખ ચાવડા તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે તેના ઘરે છાપો મારી વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 178 જેની કિંમત 19,758 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન હસમુખ ચાવડા ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે