હાલોલ: હાલોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોનું ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડકની નિમણૂક માટેની પ્રક્રિયા તેજ બની છે. આગામી 25 મે ને સોમવારના રોજ સત્તાવાર નિમણૂક યોજાવનાર છે, જે અંતર્ગત આજે રવિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરી પ્રમુખ,ઉપ પ્રમુખ,કારોબારી અધ્યક્ષ,પક્ષ ના નેતા તેમજ દંડકની મેન્ડેટ આપી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી