કાલોલ: પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોકદરબારમાં સરપંચોની રજૂઆત, જિલ્લા પોલીસ વડાએ આપ્યું કડક આશ્વાસન
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો. જેમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.લોકદરબારમાં રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા પોલીસ વડાએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.