શહેરા: શહેરાપોલીસમથકે નોંધાયેલા 3.27 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં PDC બેંકના પૂર્વ મેનેજર સપન પરીખની જામીન અરજી કોર્ટે નામંજુર
શહેરા પોલીસ મથકે નોંધાયેલા 3.27 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં PDC બેંકના પૂર્વ મેનેજર સપન પરીખની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી મેનેજરે વડી કચેરીની મંજૂરી વિના ચાર ફર્મના ખાતા ખોલી સમગ્ર કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેના બદલામાં 4.95 લાખનું કમિશન લીધું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કોર્ટના આ ચુકાદાથી બેંકિંગ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર આચરતા અને સાયબર ગુનેગારોને મદદ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.