શહેરા: નાડા બાયપાસ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી સ્ટ્રીટ
બંધ હોવાથી અંધારપટ.રાહદારી,વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન
શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ નાડા બાયપાસ રોડ પરની તમામ સ્ટ્રીટ લાઈટો છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં પડી છે. રાત પડતાં જ આખો રોડ ગાઢ અંધકારમાં ડૂબી જાય છે,જેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. અહીં સાંજે કે રાત્રે વૉકિંગ માટે કે જરૂરી કામ માટે નાગરિકો જતા હોય છે,પરંતુ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી નાગરિકો પરેશાન થતાં હોય છે.