રાંદેરના ડૉક્ટર સાથે વીમા પોલિસીના નામે ₹1.50 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ
સુરત સાયબર ક્રાઈમે ગાઝિયાબાદમાંથી નિવૃત્ત પ્રોફેસર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી
આરોપીઓએ વીમા લોકપાલના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ડૉક્ટરને વિશ્વાસમાં લીધા હતા
અલગ-અલગ 15 જેટલી વીમા પોલિસીઓ લેવડાવી નાણાં પરત અપાવવાના બહાને છેતરપિંડી કરી
મુખ્ય સૂત્રધાર નિવૃત્ત પ્રોફેસર અતુલ શર્મા ગરીબ લોકોના નામે બેંક ખાતાં અને સિમકાર્ડ મેળવતો હોવાનો ખુલાસો
છેતરપિંડીની રકમમાંથી 35થી 50 ટકા કમિશન મુખ્ય આરોપી રાખતો હોવાનો પોલીસનો દાવો
મધ્યસ્થી મહેશ શર્મા 15થી 20 ટકા કમિશન કાપીને બાકીની રકમ કોલર સોનુ ઠાકુર સુધી પહોંચાડતો હતો
આરોપીઓ પાસેથી 17 બેંક ખાતાં, 42 ચેકબુક, 90 ડેબિટ કાર્ડ, 14 સિમકાર્ડ અને 80 ખાલી સિમ ટ્રે મળી
પોલીસ તપાસમાં આ બેંક ખાતાં સાથે દેશનાં 15 રાજ્યોમાં નોંધાયેલી 73 જેટલી સાયબર ફરિયાદો જોડાયેલી હોવાનું સામે આવ્યું
આ ફરિયાદોમાં કુલ ₹33.10 લાખની છેતરપિંડી નોંધાઈ હોવા�
Udhna, Surat | Oct 31, 2026