ઘોઘંબા: તાલુકાના સીમલીયા ગામના ખુલ્લા ખેતરમાંથી જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયા, રૂ. ૪૭૦૦ની રોકડ જપ્ત
ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામે નદી નજીક ખુલ્લા ખેતરમાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રંગેહાથ ઝડપી લીધા છે. ૧૨ જુલાઈના રોજ દામાવાવ પોલીસ સ્ટાફે મળેલી બાતમી મુજબ રેડ કરી હતી.આ રેડ દરમિયાન જાહેરમાં પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમતા રાજેન્દ્રસિંહ ચૌહાણ, પંકજભાઈ બારીઆ અને પ્રકાશભાઈ બારીઆને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગારના સાધનો અને રોકડા ₹૪,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દામાવાવ પોલીસે જુગારધારા હેઠળ